-->
Type Here to Get Search Results !
image

પતિ પત્ની

પતિ પત્ની

પતિ પત્ની


પતિ પત્ની બન્ને એકલા રહેતા
હતાં. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ
હતો. બંને એકમેકનું ધ્યાન રાખે.

એકવાર કોઈક નજીવા કારણસર
એ બંને વચ્ચે થોડી બોલાચાલી
થઈ ગઈ............. પત્નીએ તો
પતિની કિટ્ટા પાડી દીધી.........

સાંજે બંને જણાએ ચૂપચાપ
જમી લીધું. રાતે પણ કશું બોલ્યા
વગર બંને સૂઈ ગયાં....... 

પતિને હતું કે સવારે ઉઠ્યા પછી
બધું બરાબર થઈ જશે. પત્ની 
રીસ છોડીને બોલવા લાગશે......
પણ....... પત્ની ખામોશ જ રહી

થોડી વાર પછી પતિ એમની
કોઈક વસ્તુ શોધવા લાગ્યો...
પલંગ પર જોયું. બાથરૂમમા
જોયું. રૂમમાં જોયું. કપડાંની
ગડીમાં જોયું....... 

પણ ક્યાંય મળી નહીં....... 
ફરી ફરીને ચક્કર મારતાં 
એમણે એમની શોધ ચાલુ 
રાખી.....ક્યારનો પતિની 
આ શોધનો ખેલ જોતાં 
પત્ની થી રહેવાયું નહીં.......

અને...... ....  એમણે પૂછ્યું :
"ક્યારનાં શું શોધો છો?" ને....
પતિએ હસતાં હસતાં કહ્યું 
"મળી ગયું.......... હું તારો
મીઠોઅવાજ શોધતો હતો

પત્ની.........
હસતાં હસતાં રડી પડી..!!

આજ સાચી મિલકત છે,
બાકીતો બધું વહેમ જ છે.
❤❤❤👫❤❤❤

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.