-->
Type Here to Get Search Results !
image

દીકરી વિશેના ગુજરાતી સ્ટેટસ, દિકરી શાયરી, દીકરી સ્ટેટસ.

દીકરી વિશેના ગુજરાતી સ્ટેટસ, દિકરી શાયરી, દીકરી સ્ટેટસ.


Welcome friends, we are here with new Gujarati Shayari. In this Gujarati Shayari no water mark or not any text on this Gujarati dikari Shayari. you can feel free to download this Gujarati beti shayari and also feel free to share or post this Dikari Quotes in gujarati on your facebook page and Instagram page. to Download this dikari suvichar in gujarati. 

દીકરી શાયરી ગુજરાતી


મિત્રો આપનું સ્વાગત છે, અમે હાજર છીએ એક નવા ગુજરાતી સુવિચાર સાથે. આ ગુજરાતી સુવિચારમાં કોઈ વોટરમાર્ક કે કોઈનું નામ લખેલ નથી. તમે આ ગુજરાતી સુવાક્યોને ડાઉનલોડ, ફેસબુક પેજ કે ઈન્‍સ્ટાગ્રામ પેજ પર શેર કે પોસ્ટ કરી શકો છો.

દીકરી વિશેના ગુજરાતી સ્ટેટસ, દિકરી શાયરી, દીકરી સ્ટેટસ.

દીકરી એક એવું વ્યક્તિ કે જે ને કાંઈ જોતું જ નથી હંંમેશા આપવામાં, ત્યાગ કરવામાં અને જતું કરવામાં આગળ હોય તેવું એક પરિવારને ખુશખુશાલ બનાવતું વ્યક્તિત્વ એટલે દિકરી. દિકરી વિશે લખો તો ઘણું લખી શકાય પણ આજે આ પોસ્ટમાં અમે લાવ્યા છીએ દીકરી વિશેના ગુજરાતી સ્ટેટસ, દિકરી શાયરી, દીકરી સ્ટેટસ.


https://kddabhi.blogspot.com/?m=1




દિકરી ની જીદ સામે હારી જવાનો

આનંદ જ કંઇક ઓર છે.

જરા ધ્યાનથી જોશો તો ખબર

પડશે...

👰🏻👰🏻👰🏻

જીતી ગયેલી દિકરી જાણે આબેહૂબ 

તમારું જ પ્રતિબિંબ છે.



👰🏻👰🏻👰🏻



દીકરો બાપની મિલકતમાં ભાગ માંગે

પણ દીકરીતો એક રુપિયો પણ લીધા વિના

બન્ને હાથથી ભીંતમાં થાપા કરીને કહે કે

આજથી આ બધુંજ તમારું

લ્યો મેં દશેય આંગળીએ સહી કરી દીધી

આનું નામ "દીકરી"



👰🏻👰🏻👰🏻


https://kddabhi.blogspot.com/?m=1




"દીકરી"

માનવ ઇતિહાસનો 

આજ સુધીનો સૌથી 

સર્વોતમ શબ્દ




👰👰👰




 દીકરો એટલે સુખડનો ટુકડો,

દીકરી એટલે કસ્તુરી.

બન્ને ને બરાબર સાચવી શકો તો

તે બન્ને જાતે ઘસાઈને સુવાસ ફેલાવે.


👰👰👰


*દિકરી* હોવું સહેલું નથી..

 "સાહેબ"

આ એ છે જે પોતાનાં ઘરમાં પણ પારકી હોય છે....

👰👰👰


લાગણી ના સ્પર્શ માં 

સ્ત્રી નું સમર્પણ હોય,

અને પ્રેમ ના સ્પર્શ માં 

સ્ત્રી નું આત્મસમર્પણ હોય.

https://kddabhi.blogspot.com/?m=1


👰👰👰




-------------------
સૂર્યના ઘરે દીકરી હોત
અને તેને વિદાય કરવાનો
અવસર આવ્યો હોત તો
સૂર્યને ખબર પડત કે
અંધારું કોને કહેવાય ? . . . .
-------------------
 
👰👰👰

દિ - દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ.........
ક - કસ્તૂરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી........
રી - રિધ્ધિ-સિધ્ધિ આપનારી અને પરિવારને ઉજળો કરતી એવી એક પરી.....❣
-------------------

👰👰👰

https://kddabhi.blogspot.com/?m=1



કોઈ પણ પરિવારમાં એક પિતાને ખખડાવવાનો અધિકાર માત્ર દીકરી પાસે જ હોય છે . . . . .

👰👰👰

દરેક દીકરી પોતાના પિતાને કેમ સૌથી વધુ પ્રેમ કરે છે ? કેમ કે તેને ખબર છે કે આખી દુનિયામાં આ એક જ પુરુષ છે જે તેને ક્યારેય દુ:ખી નહી કરે . . . ..

👰👰👰

દીકરી દાંપત્યનો દીવડો ચર્ચા દરમિયાન મિત્રે કહ્યું.
હું પત્ની કરતાંય મારી દીકરીને વધારે પ્રેમ કરું છું. જાણ આજે પણ હું બીમાર હોઉં અને એ સાસરેથી મળવા આવે છે ત્યારે એને જોઈને હું મારા બધાં દુઃખો ભૂલી જાઉં છું. મને લાગે છે કે કદાચ એ જ કારણે તેની વિદાયવેળાએ મા કરતાં બાપને વધુ વેદના થાય છે.
કેમ કે
મા રડી શકે છે, પુરુષો આસાનીથી રડી શકતા નથી.દીકરી વીસ-બાવીસની થાય ત્યાં સુધીમાં બાપને તેના વાત્સલ્ય પ્રેમની આદત પડી જાય છે.

👰👰👰

https://kddabhi.blogspot.com/?m=1



દીકરી
ક્યારેક મા બની રહે છે, ક્યારેક દાદી બની જાય છે તો ક્યારેક મિત્ર બની રહે છે. સુખ હોય ત્યારે દીકરી બાપના હોઠનું સ્મિત બની રહે છે. અને દુઃખમાં બાપના આંસુ લૂછતી હથેળી બની જાય છે.જોતજોતામાં દીકરી મોટી થઈ જાય છે. અને એક દિવસ પાનેતર ઓઢી વિદાય થાય છે. જતી વેળા પિતાની છાતીએ વળગીને સજળનેત્રે એ કહે છે :
પપ્પા, હું જાઉં છું... મારી ચિંતા કરશો નહીં.. તમારી દવા બરાબર લેજો..અને ત્યારે પોતાની આંખમાં ઉમટી આવતાં આંસુઓને તે રોકી શકતો નથી.

👰👰👰

કવિ કાલિદાસના અભિજ્ઞાન શકુંતલ માં શકુન્તલાને વિદાય કરતાં કણ્વ ઋષિ કહે છે :
સંસાર છોડીને સંન્યાસી બનેલા અમારા જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું દુઃખ થતું હોય તો સંસારીઓને કેટલું થતું હશે ?

👰👰👰

https://kddabhi.blogspot.com/?m=1



એકવાર મારે એક લગ્નમાં જવાનું બન્યું હતું.
મિત્રની દીકરીના લગ્ન હતાં.દીકરીને સાસરે વળાવ્યા બાદ ઘરમાં ઢીલા થઈને બેઠેલા અમારા મિત્રે કહ્યું
હતું : આજપર્યંત મેં કદી ભગવાનને પ્રાર્થના કરી નથી, પણ આજે સમજાય છે કે દરેક દીકરીના બાપે ભગવાનને એક જ પ્રાર્થના કરવી જોઈએ-
           પ્રભુ, તું સંસારનાસઘળા પુરુષોને ખૂબ સમજુ અને શાણા બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીનો
પતિ બનવાનો છે. સંસારની બધી સ્ત્રીઓને તું ખૂબ પ્રેમાળ બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીની સાસુ કે નણંદ બનવાની છે.
ભગવાન, તારે આખી દુનિયાનું પુનઃનિર્માણ કરવું પડે તો કરજે પણ મારી દીકરીને કોઈ વાતે દુઃખ પડવા દઈશ નહીં !

👰👰👰

https://kddabhi.blogspot.com/?m=1



હમણાં જ નિવૃત્ત થયેલા એક આચાર્યમિત્રે એક વાત કહી અગર તમારા ઘરમાં દીકરી ના હોય તો પિતા પુત્રીના પ્રેમની ઘનિષ્ટતા તમે કદી જાણી શકવાના નથી. બસ એટલું કરજો, ગમે તેવાં મનદુઃખો જન્મે તોય પુત્રવધૂને તેના પિતા વિશે કટૂ વચનો કદી સંભળાવશો નહીં.

🙏🏻🙏🏻🙏🏻

Thanks for visiting 
Kdgujju 

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.