-->
Type Here to Get Search Results !
image

ભગુડા નો ઇતિહાસ_વાંચો મોગલ માં નો સાડા તેરસો વર્ષ જુનો ઇતિહાસ

 ભગુડા નો ઇતિહાસ


વાંચો મોગલ માં નો સાડા તેરસો વર્ષ જુનો ઇતિહાસ


ભગુડા નો ઇતિહાસ


https://kddabhi.blogspot.com


Jay mogal maa


બપોરનું ટાણું સુરજનારાયણ ઉપર આવેલા જ ચૈત્ર વૈશાખ ખુબ જ તાપ એવે ટાણે અઢાર વર્ષની એક રાજપૂત કન્યા નામ એનું સુજાનબા. ગામની સીમમા પોતાના બાપુને ભાત દેવા માટે રાજપૂતની દીકરી એકલી નીકળી છે.. 

પણ રાજપૂત અને ચારણ ની દીકરી હોય એને પોતાની મર્યાદા ની ભાન હોય એ સ્વાભાવિક જ હોય પણ રૂપ, ગુણ, અમીરાત, ખમીરાત ,ચારિત્ર ,લાજ, સતીત્વ, આ બધું ભેગું મળી એક રૂપમાં સામે ને હાલ્યું જાતુ હોય એવી રાજપુતાણી લાગતી હતી.

 ધીરા ધીરા ડગલાં ભરતી જાય, ક્યાંક પોતાના માવતરે આપેલી શિખામણ ને યાદ કરતી જાય, પોતે ક્ષત્રિયાણી છે એ વાત ના અભિમાન હરખાતી જાય. વળી ક્યાંક ચારણ આઇ ની ચરજૂ ગણગણ્યા કરે છે ...


અઢાર વર્ષની રાજપૂત ની દિકરી ધીરે ધીરે ડગલાં ભરતી એકલી હાલી જાય છે . એમાં પાછળથી ઘોડલા આવતા હોય એવો અવાજ સંભળાણો .. અવાજ કાને પડતાં સુજાનાબા ઘોડાઓને જગ્યા આપવા રાજપૂતની દીકરી પડખે હટી ગઈ. પણ ઘોડા આગળ ના નીકળ્યા પણ એ રાજપૂત દીકરી ને ફરતે ગોળ કુંડાળામાં ઊભા રહી ગયા..

ઘોડેઅસવાર ના લીલા વેશ છે. મોટી દાઢીયુ છે.. આવા ઘોડેઅસવારો રાજપૂતની દીકરી ને કુંડાળે લીધી છે અને ઈ દળ ના મોભીએ ( નવાબે ) દીકરીને ને પૂછ્યું કે તું કોણ છો અને ક્યાં જાઓ છો ત્યારે દીકરી બોલી મારું નામ સુજાનબા છે . મારા બાપુ નું ભાત લઈ ને જાવ છી . 


નવાબ :- આવા તારા રૂપ અને ઉઘાડે પગે આવા ધોમ તડકામાં તુ તારા બાપ માટે ભાત લઈને જાય એ સારું ના લાગે... આવા રૂપ તો કડીની હવેલી માં શોભે રાજા ના બંગલે શોભે. આટલી વાત કરતા સુજાનબા સમજી ગયા કે નવાબ ની નજર અને કહેણ શું છે અને કહેવા શું માંગે છે .

 એણે સમજદારી પૂર્વક જવાબ આપ્યો.. આપની વાત સાચી પરંતુ કોઈ દીકરી નું માંગુ નાખવું હોય તો એના બાપ પાસે વાત કરાય . અમારે રાજપૂતોમાં મર્યાદાનું પાલન કરવું પડે. 


નવાબ બોલો ક્યાં છે તારો બાપ , એનું નામ શું છે ?


Jay mogal maa


સુજાનબા:- મારા બાપુ વગડામાં ગાયું ચરાવે છે એમનું નામ સુરસિંહ વાઘેલા છે. તમે ત્યાં ચાલો. આગળ સુજાનબા ચાલે છે એની પાછળ નવાબ ની બાર જનાં નું ટોળું હાલતું આવે છે. આ બાજુ ઘોડાનો અવાજ સાંભળતા ઝાડને છાયા સૂતેલા રાજપૂતને કાને પડે છે અને સામે નજર કરતા આગળ સુજાનબા એની પાછળ મુસલમાનો નું દળ આવતું દેખાતા સુરસિંહ પોતાની દીકરીને પૂછે છે. બેટા સુજાન આ કોણ છે ?


ત્યારે સુજાનબા બોલ્યા બાપુ આ તો મહેમાન છે !


સુરસિંહ :- બેટા આવા મહેમાન ?


સુજાનબા :- હા બાપુ આપણા રાજપૂત ના ઘરે કોક દિવસ આવા મહેમાન પણ હોય અને કોક દિવસ ઓલા મેમાન પણ હોય


સુરસિંહ :- બેટા... આ મહેમાન જોધપુરના રાજાને પોસાય હું સુરસિંહ વાઘેલા છું મને આનો પોસાય. જોધા ને અકબર પોસાય બાકી મારી દીકરી ને જોકડી ના બાદશાહ ને ત્યાં હોય તો હું રાજપુતાણી ના પેટનો ના કહેવાઉ .!!


સુજાનબા :- બાપુ પણ લગન તો દેવા પડશે.


 સુરસિંહ :- તોય દેવા પડશે બેટા ? 

સુજાનબા :- હા બાપુ..

આટલી વાત સાંભળી સુર સિંહ ને થયું તમારી દીકરી કોઈ દિવસ આવી વાત ના કરે પણ એણે કંઈક રસ્તો શોધ્યો હશે.


દીકરી ની વાત માની સુરસિંહે લગ્નની તિથિ આપી... આ તિથિએ તમે જાન લઈને આવજો. અહીંથી બાદશાહનું દળ કડી જવા રવાના થાય છે અને બાપ દીકરી પોતાના ઘરે પહોંચે છે


સાંજે સુરસિંહ પોતાની દીકરીને પૂછે છે બેટા શું વિચાર્યું છે તે ? ત્યારે સુજાન બા એટલું બોલ્યા બાપુ રાજપૂતને વિચારવાનું ના હોય !... નિર્ણય લેવાઇ ગયો હોય .


સુરસિંહ:- બેટા મને તો મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી લાગતો.. હવે તો બાપ દીકરી બેઉને ઝહેરઘોડવા આ સિવાય બીજો ઉપાય નથી લાગતો...


સુજાનબા :- ભલે બાપુ ઝહેરભલે ઘોળી લઈએ પણ બાપુ દરિયા બાજુ એક - બે અવાજ કરીએ તો ? કાયમ દરિયા બાજુ ધૂપ ફેરવતી ને નાનકડો કાળા કપડા નો કટકો રાખતી. પણ બાપુ મને એનું પૂરું નામ નથી આવડતું.


સુરસિંહ :- પણ દીકરી દરિયા બાજુ તો દ્વારકાવાળો રહે છે અને બેટા એ આવે ત્યાં સુધી તો બહુ મોડું થઈ જાય. દ્રોપદી નો સાડી નો છેડો દુશાસન તાણાતો હતો પણ એ છેક કેડથી છેડો નીકળવાની તૈયારી હતી ત્યારે ચીર પૂર્યા. બેટા એ ભીષ્મપિતામહ જોઈ શકે હું ના જોઈ શકું..


સુનાજબા :- હા બાપુ આપની વાત સાચી પણ હું એનું નથી કહેતી..


સુરસિંહ :- તો બેટા આપણે મોતને મીઠું કરી લઈએ..

આના સિવાય બીજો કોઈ રસ્તો નથી...


સુજાન બા :- પણ બાપુ મારી મા કાયમ કહેતી હતી કે જે દી રાજપૂતો ને મર્યાદાના સંકટ પડે તે દી ચારણ ની ડોશીયુંને યાદ કરવા જોઈએ. એ આઇયું ને યાદ કરે એને મળવાનું ના હોય આઈયું આપણે વારે જરૂર આવશે. હું એની વાત કરું છું બાપુ


સુરસિંહ :- બેટા કઇ માજીની તુ વાત કરે છે

સુજાન બા :- મને એ આઈ નું નામ યાદ નથી પણ એ દરિયા કાંઠે બેઠી છે.. મને એનું નામ યાદ આવતું નથી. ( વાત કરતાં અચાનક આઈ નું નામ યાદ આવતા જીભેથી નીકળે છે ) બાપુ એ આઈ મોગલ મોગલ મોગલ.... હા બાપુ એનું નામ મોગલ છે.


મારી માં કાયમ નામ લેતી હતી કે એ ભગવતી કાયમ સહાય કરશે અને આઈની ચરજુ ગાતી.. આટલી વાત કરતા સુજાનબા ની ભુજાઓ ફરકવા માંડિ શરીર આખું ધ્રુજવા માંડ્યું . 


કારણકે અંતરથી જેદી સાદ થાય ત્યારે માણસનો રોમેરોમ કંઈક અલગ જ વર્તન કરતું હોય છે. અહીં વિરમગામ નજીકમાં નાનકડા ગામની રાજપુતાણી ની દીકરી ના અંતરનો સાદ સુણી...

 આઈ મોગલ ઓખા થી રવાના થયા અને પલભરમાં કડી ના બાદશાહ ને ત્યાં પહોંચ્યા... કડીના બાદશાહને ઢોલીયેથી હેઠો પછાડ્યો. 


ત્યારે બાદશાહના મોઢેથી હે "માં" શબ્દ નીકળ્યો... મા શબ્દ સાંભળતા આઈ મોગલ એ કહ્યું "માં" કહ્યું છે એટલે મારતિ નથી , તુ ભાગ.. તને ખબર પડે કોઈ ઉપર કપરી મીટ ( નજર ) માંડવાના શું પરિણામ આવે છે..

 કડી નો બાદશાહ પોતાના મહેલથી ભાગવા માંડ્યો એને પાછળ મોગલ માં ચાલતા જાય છે... જંગલો, નદીઓ ,ડુંગરાઓ, શહેરો… આ બધું પાર કરતો બાદશાહ ભાગતો જાય છે … 


ખૂબ જ ભાગતા આગળ ગોહિલવાડ ના એક ગામમાં બાદશાહ પહોંચે છે . ગામ જનો ને પોતે કડી તો બાદશાહ છે એવી બીક બતાવી અને કહે છે કે પાછળ કોઈ બાઈ આવે છે એને નો કહેતા કે હું નહીં સંતાણો છું અને તમે લોકો આખા ગામને તાળા મારો.. 

બાદશાહની વાત માની ગ્રામજનો પોતાના ઘરોને તાળા મારે છે. પાછળથી માતાજી આવીને બાદશાહ ક્યાં છે એવું પૂછે છે તો ગામના લોકો ના પાડે છે કે અહીં કોઈ નથી આવ્યું... 


પણ માતાજી બધું જાણતા જ હોવાથી એક પછી એક બધા બંધ દરવાજા ને તોડતા જાય છે અને બાદશાહ જે ઘરમાં છે એનું તાળું સૌથી છેલ્લે તોડે છે. બાદશાહ પગે પડી માતાજીની માફી માંગે છે અને બીજી વાર આવી પણ નહીં કરે એવું વચન આપે છે ...


Jay mogal maa


 " માં " શબ્દ સાંભળીને માતાજી તેને માફ કરી જવા દે છે . બાદશાહ ના ગયા પછી માતાજી ગામમાં ઊભા છે .... આઈ નું રૂપ કરી ગયું છે ભુજાઓ ફરકે છે. આખા ગામને ભેગુ કરી આઈ કહે છે કે આજ પછી આ ગામમાં કોઈ તાળું નહીં મારે...


 આઈ ની વાત સાંભળીને ગ્રામજનો કહે છે કે મા જો તાળા નહિ મારીએ તો અમારા માલ-સામાન ની રક્ષા કોણ કરશે ?


આઈ કહે છે કે તાળા તો ઠીક પણ દરવાજા પણ બંધ નઇ કરો તો ચાલશે અને જો કોઈ તમારો સમાન ચોરી કરશે તો હું એની આંખોની બોટિયું બારી નો કાઢી નાખી તો હું મોગલ નો કેવાવ


 ... આ તમને મારું વચન છે અને આજ પછી આ ગામ નું નામ "ભગુડા" રાખજો. કારણકે બાદશાહ ભાગી ને અહી આવ્યો છે. બાદશાહ ભગોડો કેવાયો એટલે આજથી આ ગામનું નામ ભગુડા રહેશે.


 તમારી રક્ષા કરવા હું કાયમ અહી બેઠી છું. એવું કહેવાય છે કે ત્યારથી આઇ ભગુડા બિરાજે છે... આજ પણ ભાવનગર જિલ્લાના તળાજા પાસે આઇ મોગલ નું ભવ્ય મંદિર છે. ક્યાં આજે પણ માતાજી હાજરાહજૂર છે. ફક્ત આપને શ્રધ્ધા હોવી જોઈએ.. 


એક હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ વિખરાયેલા. કેશપાશ, ત્રિલોકને શાતા આપતું તેજસ્વી ભાલ, ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન , ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગનજ્વાળા વરસાવતા ' આઇ ' ના નયનો .' આઈ મોગલ ' નું સ્વરૂપ જોઈને સુર નર મુનિ , સૌં કોઈ દેવીની સ્તુતિ કરે છે. ' માં મોગલ " પારંપરિક પૂજા - અર્ચના કરવામાં આવે છે . અહી માં ના ધામમાં ભક્તો દૂર દૂર થી આવે છે અને માં ને ' લાપસી ' નો પ્રસાદ ચઢાવે છે . અહીંયાં લાપસીનો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે. કહેવાય છે કે , માં મોગલ ને લાપસી અતિપ્રિય છે. 


જય માં મોગલ 

Kdgujju

સાહિત્ય પ્રેમી

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.