Shayari motivation gujrati facts facebook
ગુજરાતી શાયરી
Gujrati Motivation
(1)
ક્યાંક હશે જ જનમોજનમ નો નાતો,
નહીતર ક્યાં સોનાની નગરીનો રાજા ભઞવાન વાસુદેવ, ને ક્યા પોરબંદરનો ગરીબ સુદામો..........
આથી જ કહેવાયુ છે કે, "અમુલ્ય સબંધો" સાથે ધન દોલતની તુલના કદાપી ન જ કરવી. કારણ કે,
પૈસા બે દિવસ કામ આવે છે, જ્યારે સબંધો આખી જીંદગી કામ આવે છે.
(2)
વહેવારે હજારો, લાખો રૂપિયા લેજો પણ
મફતનો ૧ રૂપિયો પણ ના લેતા સાહેબ કારણ કે,
સાડા પાચ ફૂટ ની કાયામાં અઢી ઈચ ના નાકની જ કીમત છે
પૈસો પાછો આવી શકે છે પણ ગયેલી આબરૂ પાછી આવતી નથી.
(3)
રોજ માતાજી પાસે એવુ માઁગો કે,
"હે માતાજી !!" આ જગતમાં મારું એટલું ધ્યાન રાખજે કે આ બે હાથ🙌🏻 તારા સિવાય બીજે ક્યાંય ન જોડવા પડે...🙏
(4)
જીંદગી બહુ ટુંકી છે... મજા કરતા શીખો.
અરે, નસીબ શુ ચીજ છે... તેને પણ બદલતા શીખો....
સાહેબ, દુધ દહી ઘી છાસ માખણ બધા એક જ કુળ ના
હોવા છતા દરેકની કિંમત અલગ અલગ હોય છે. કેમકે શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કર્મો કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે.
(5)
જીંદગી બધા માટે☝ એક જ છે
સાહેબ, પણ ફરક માત્ર એટલો જ છે
કે કોઈ પોતાની ☺ખુશી માટે જીવે છે
તો કોઈ બીજા ને ☺ખુશ રાખવા માટે જીવે છે
(6)
સ્ટેપલર ની એક પિન ની કિંમત ખબર છે??
ફક્ત ૦.૦૦૭ પૈસા...!
પણ, એની કમાલ જોવો...
એ એક પિન કરોડોના દસ્તાવેજ સાચવી રાખે છે..
શીખ : દુનિયામાં કોઈ પણ વ્યક્તિને એના કદ પરથી નહીં પારખવો, એના ગુણ જોવા...
(7)
✍ ઓળખાણ ક્યાં હતી આપણી કોઈની આતો કુદરત ની ભલામણ છે વગર સરનામે લાગણી ના તાંતણે સૌ બંધાતા ગયા..👨👨👧👧*
✋🏻હાથ ભલે ખાલી રાખજે ભગવાન,✋🏻❤પણ મારુ દિલ મારા સ્નેહીજનો માટે છલોછલ ભરેલુ રાખજે,❤
મારી નજીક કોઇ ના આવેતો કાઈ નહી,🤝પણ મારા નજદીક આવેલુ કોઇ મારાથી દૂર☝🏻 ન જાય એવો સબંધ કાયમ રાખજે...!!!🤝
(8)
ગામડામાં રહેનારની નજર શહેર તરફ છે..
શહેર માં રહેનારની નજર વિદેશ તરફ છે..
વિદેશ માં જનાર ની નજર વિશ્વ તરફ છે..
આ બધાય દુ:ખી છે પણ સાહેબ જેની
નજર પોતાના પરિવાર તરફ છે
"એ સૌથી વધુ સુખી છે"
(9)
♒ હંમેશા ત્રણ વાત યાદ રાખજો... 👍
👉 ખુશીમાં વચન નહી આપવુ..
👉 ગુસ્સામાં જવાબ નહી આપવો..
👉 દુઃખમાં નિર્ણય નહી લેવો..
(10)
👍કામ તો આખી જીંદગી રહેશે વ્હાલા..
બસ આ જીંદગી કોઈના કામ આવી જાય તો ઘણુ છે...
આજે પડછાયા ને પૂછ્યું, કેમ આવે છે મારી સાથે,
તેણે પણ હસી ને કહ્યું, બીજુ કોણ છે તારી સાથે ?
(11)
" પોતાની આદત પ્રમાણે ચાલવા માં એટલી ભુલ નથી થતી;
જેટલી દુનિયા નો ખ્યાલ અને લોકો શુ કેહશે એ મન માં રાખવાથી થાય છે. "
(12)
નીતિ સાચી હસે તો નશીબ ક્યારે પણ ખરાબ નહીં થાય
બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે...
એ જ જીવન ની મોટી સફળતા છે-..
(13)
❛❛ તમારાથી કોઈ ડરે નહી તો
કોઈ વાંધો નહી સાહેબ
પણ...
તમારી શરમ રાખે અથવા તો
તમને આદર આપે તો માનજો કે
તમે ઘણું મેળવ્યું છે...✍ ❜❜
(14)
જિંદગીનું સૌથી લાંબુ અંતર એક મન થી
બીજા મન સુધી પહોંચવાનું છે
અને એમાંજ સૌથી વધારે સમય લાગે છે...
ખૂબી અને ખામી બેઉ હોય છે લોકોમાં
તમે શું શોધો છો તે મહતવનુ છે ......
(15)
જો તડકા માં બધું જ "સુકાઇ" જતું હોય તો,,
માણસ ને તડકા માં "પરસેવો" કેમ થાય..?
(16)
એક "પેન" ભુલ કરી શકે છે,_
પણ એક "પેન્સિલ" ભુલ નથી કરતી..._
કેમ...?
#કારણ કે_
તેની સાથે મીત્ર છે..."રબર"!_
જયા સુધી એક સાચો મીત્ર તમારી સાથે છે,_
તે તમારી "જીંદગી" ની બધી ભુલો મીટાવીને
તમને એક સારાે "માનવ" બનાવી દે._
માટે "સાચા" અને "સારા" મીત્ર ને સાથે રાખો._
(17)
"કદર" થાય છે.
માણસ ની જરૂર હોય ત્યારે,
સાહેબ,
બાકી "જરૂર" વિના તો "હીરા" પણ "તિજોરી" માં જ રહે છે."
કોઈ તમારા સારા કાર્યો પર પણ સંદેહ કરે તો કરવા દેજો.
કારણ કે ,શંકા હંમેશા સોનાની શુદ્ધતા પર થાય છે,
કોલસા ની કાળાશ પર નહીં..
(18)
ગમ્મે તેટલું કમાજો પણ ગર્વ કદી ના કરતા.
કારણ કે, શતરંજની રમત પુરી થયા પછી રાજા અને
સિપાહી છેલ્લે એકજ ડબ્બા મા મુકવામા આવે છે,
જીવન ખૂબ સુંદર છે..
એક બીજા ને સમજી ને લગાવ રાખો.
(19)
રડ્યા વગર તો ડુંગળી પણ નથી કપાતી
સાહેબ...
આતો જીદંગી છે... કેમ કપાય..?????
જીવન ની શરૂઆત આપણા રડવા થી થાય છે
અને જીવન નો અંત બીજાના રડવા થી થાય છે,
જો બની શકે તો શરૂઆત અને અંત વચ્ચેના સમયને
ભરપુર હાસ્ય થી ભરી દો...!
(20)
"તમે પોતે હોશિયાર હોવ તો વાંધો નહીં..,
પરંતુ આ દુનિયા ને કદી મૂર્ખ ના સમજતા...
(21)
તમે જે આંનદ કરો છો તેની પાછળ કોઈની દુવા છે .
બાકી તકલીફ તો રામને પણ પડી હતી . . .
નસીબ જયારે સાથ છોડે છે ને ત્યારે જ સંબંધો હાથ જોડે છે
(22)
એક વાર અર્જુને કૃષ્ણ ને કહયું કે..
આ દિવાલ પર કંઈક એવું લખો કે
સુખમાં 😊 વાંચુ તો દુખ 😌 થાય
અને
દુખમાં 😔 વાંચું તો સુખ 😇 થાય..
કૃષ્ણ ભગવાન એ લખ્યું
"આ સમય પણ જતો રહેશે "
(23)
જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.
પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.
(24)
દરેક ઘર નું સરનામું તો હોય.......
પણ.........
ગમતા સરનામે ઘર બની જાય....
એ જીવન છે
(25)
બાપની દોલત પર ઘમંડ કરવામાં શું મજા,
મજા તો ત્યારે આવે જ્યારે દોલત આપણી હોય ને
ઘમંડ બાપા કરે !!
(26)
સંપ માટી એ કર્યૉ ને ઈંટ બની
ઈંટો નુ ટોળુ થયુ ને ભીંત બની
ભીંતો એક બીજાને મળી ને ” ઘર ” બન્યું...
જો નિર્જીવ વસ્તુઓ પ્રેમ અને લાગણી
સમજતી હોય તો આપણે તો માનવી છીએ
સહુ ને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે,
અને સહુને નોખા કરવાની તાકાત વહેમમાં છે💐
Thanks for visiting
Powered by kdgujju
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thanks for visit