-->
Type Here to Get Search Results !
image

મારી ડાયરી

 સમજવા લાયક..

પૂરો લેખ વાંચો.

ડાયરી માં બે કલાક થી આવક જાવક ને મેળવવા હું નિર્થક પ્રયત્ન કરતો હતો...


મારી ડાયરી



અગરબત્તી.અને શ્રીફળ ના Rs.150

દૂધ. દર મહિને Rs.3000

ઘર નો હપ્તો. Rs.7000

વીજળી બિલ Rs.1500

LPG ગેસ. Rs 700

ઘર ચલાવવા મહિને કરિયાણું Rs5000 

(તેલ,ઘઉં,ચોખા,દાળ સાબુ, કઠોળ ઘી ગોળ વગેરે)

બે બાળકો ની ફી અને સ્કૂલ રીક્ષા મહિને. Rs 3000

તેનો ભણતર ખર્ચ મહિને Rs.1000

( ટ્યૂશન..ચોપડી પેન્સીન વગેરે)

ફ્લેટ નું મેન્ટનેશન. મહિને Rs.700

TV કેબલ કનેક્શન. ..Rs400

વેજીટેબલ....Rs 1200

છાપું.....Rs.150

ઘર કામ. (ફક્ત વાસણ)Rs 700

પેટ્રોલ ઘરે થો.ઓફીસે

ઑફિસે થી ઘરે મહિને Rs.3000


ટોટલ Rs.27500

પગાર Rs.30000

Balance 2500


ક્યાર ના શુ લખો છો...ડાયરી ની અંદર...? 

અચાનક મારી પત્ની બાજુ માં આવી બેસી ગઈ....


મેં ડાયરી ઊંઘી કરી ચશ્મા અને કેલ્ક્યુલેટર બાજુ ઉપર મુક્યા...


અરે ગાંડી..કહી નહીં....મેં વાત બદલવા પ્રયત્ન કર્યો


તમે ખોટું બોલો છો....લાવો ડાયરી...કહી પત્ની એ..

મારી ડાયરી ઉઠાવી લીધી....અમારા બન્ને ના ચશ્મા નંબર સરખા હોવાથી...તેને મારા ચશ્મા પહેરી...લીધા..

*જાણે દેશ ના નાણા. ...મંત્રી નિરીક્ષણ કરતા હોય તેમ..એ મારી ડાયરી નું નિરીક્ષણ કરવા લાગી....*

જેમ..જેમ ડાયરી માં લખેલ હિસાબ તે વાંચતી તી હતી તેમ પત્ની ના ચેહરા ઉપર ધીરે ધીરે ગંભીરતા અને ચિતા આવતી જતી હતી....એ ધીરે થી બોલી... આમા હજુ....મેડિકલેમ નો હપ્તો ???


વાર્ષિક 15000

કોર્પોરેશન નું વાર્ષિક ટેક્ષ બિલ 3000

આકસ્મિક નાની મોટી બીમારી કે વ્યવહાર તો દેખતા નથી...


પત્ની ને ખબર હતી..... હું ચિંતા માં હતો.. તેને વાત ને હળવી બનાવવા માટે કીધુ.....  


*તમારા મસાલા નો.ખર્ચ તો લખવા નો રહી ગયો ?*


મેં કીધું.. ડાર્લીંગ મસાલા છોડે એક મહિનો થઈ ગયો


મતલબ તમારૂ બજેટ ખાધ વાળું છે..આવક કરતા જાવક વધી રહી છે....પત્ની બોલી


ડાર્લીંગ એજ ચિંતા માં હું છું....


*નથી આપણે ગરીબ કે નથી આપણે મધ્યમ વર્ગ*

*આપણે બોટોમ મિડલકલાસ છીયે....*


હું...તને બચત કરવાનું પણ શું કહું..બધી જીવન માટે જરૂરી વસ્તુ અને સર્વિસ છે..ક્યાં કાપ મુકવો...તું જ બતાવ .?


પત્ની બોલી.. ચિંતા ન કરો...


વાસણ હું જાતે સાફ કરીશ. .Rs700x12 Rs8400

TV ચેનલ કઢાવી નાખો આમે છોકરા ભણતા નથી 400 x 12 Rs4800 ટોટલ Rs13200 બચી જશે ...

તે આપણા મેડિકલેમ માટે કામ આવશે


*મેં પત્ની ના માથે હાથ ફેરવી કીધુ..ડાર્લીંગ..જેની પત્ની સમજદાર...અને પ્રેમાળ હોય તે જીંદગી ની અડધી લડાઈ તો હસ્તા હસ્તા જીતી લે...છે....I love you*


*ફકત ફેસબુક કે વોટ્સ એપ ઉપર વાણીવિલાસ થી જીંદગી ની સફર ચાલતી નથી....લગ્ન ના ચારફેરા વખતે એકબીજા નો પકડેલ મજબૂત હાથ કોઈ પણ વિકટ પરિસ્થતિ માં ન છૂટે... તેને તો સફળ દામ્પત્ય જીવન કહેવાય..*


ડાર્લીંગ આપણે.. વર્ષ માં એક વખત તારા જન્મ દિવસે ફક્ત પિક્ચર જોવા જઈએ છીયે...એ પણ બે વર્ષ થી ગયા..નથી છતાં પણ તે કદી મને ફરિયાદ કે અસંતોષ જાહેર નથી કર્યો....ડાર્લીંગ.....આવી સ્થતિ.માં ઘરમા TV એક તો સસ્તું મનોરંજન નું સાધન છે..તે તું બંધ કરવાની વાત કરે છે.....સમય તારો કેમ જાય...


TV જોવા પાછળ સમય બગડવા કરતા...હું પણ બે ત્રણ આર્થિક પ્રવૃત્તિ..જેવી કે સીવણ કામ અને ટ્યૂશન કરી તમને મદદ રૂપ.કેમ.ન થાવ... પત્ની.....ઢીલી હતી પણ પરિસ્થિતિ સામે લડવા તે મક્કમ હતી....


મેં કીધું..ડાર્લીંગ... ચિંતા ન કર....હજુ તકલીફ ગળા સુધી આવી નથી .. એ .નાક સુધી આવે તે પેહલા હું..એક.મોટો નિર્ણય લઈશ..


કયો....પત્ની એ ડાયરી બાજુ ઉપર મૂકી ચશ્મા કાઢ્યા...


મેં કીધું.. આપણા લગ્ન વખતે..મારી ઈચ્છા ધામધૂમ થી લગ્ન કરવા ની હતી..દુનિયા ને બતાવી દઈએ કે 

*"હમ કિસીસે કમ નહીં"* એવી મારી વાતો અને વહેમ હતો

પપ્પા એ મને વાસ્તવિકતા સમજાવી રૂપિયા નું મહત્વ સમજાવ્યું....અને એ વખતે પપ્પા એ મારી બચત અને તેમની બચત ભેગી કરી...એક મોટો પ્લોટ ખરીદી લીધો હતો...અને કીધુ હતું..જયારે જીંદગી માં તકલીફ આવે ત્યારે આ પ્લોટ વેચી નાખજે...12 વર્ષ માં આ.પ્લોટ શહેર ની મધ્ય માં આવી ગયો છે...લગભગ આ પ્લોટ ના 75 લાખ રૂપિયા આવે તેમ છે....


પત્ની એ મારા પપ્પા ના દીવાલ ઉપર લટકતા ફોટા સામે જોઈ....

 *બોલી..વાહ....પપ્પા...વડીલો ની સલાહ જો યોગ્ય સમયે માનીએ તો... આપણે કોઈ પાસે હાથ લાંબા કરવા નો વખત ન આવે*

*સ્વમાન ની જીંદગી જીવવા...માટે સંતોષ ,ધૈર્ય જરૂરી છે..*

ઘણી વખત તકલીફ આવતી નથી..આપણે તેને આમંત્રિત કરતા હોય છે....અને એ માટે ફક્ત આપણે જ જવાબદાર હોઈએ છીયે...


*મિત્રો..*

*આજે દેખાદેખી મા.... આપણે આપણી જીવનશૈલી બદલી નાખી .. આનંદ તો બેન્ક ના હપ્તા ભરવા મા ખોવાઈ ગયો...બિનજરૂરી લોન લીધા પછી....તેના હપ્તા..કાંટા ની જેમ.ખૂંચવા લાગ્યા...એક વખત ખોટી લાઈફ સ્ટાઇલ સ્વીકર્યા પછી વાસ્તવિકતા આપણે સ્વીકારી શકતા નથી....પરિણામ સ્વરૂપ... અસંતોષ... અપેક્ષા અને અશાંતિ ને આપણે આમંત્રિત કરીયે છીયે*


માટે આજે જ નિર્ણય લ્યો....

જેવો છું..તેવો તમારી સામે હું ઉભો છું ..... મને સ્વીકરવો કે ન સ્વીકરવો એ તમારી.માનશીકતા ઉપર આધાર છે. મારો.કોઈ આગ્રહ નથી

હું મારી વ્યક્તિગત જીંદગી. માં ખુશ છું...તમારે ખુશ રેહવું હોય તો મારા દિલ અને ઘર ના દરવાજા 24 કલાક ખુલ્લા છે.....તમને મારી સાથે સબંધ રાખવા માં શરમ સંકોચ નો અનુભવ થતો હોય... તો.... *જય શ્રી કૃષ્ણ કહી સબંધ તોડતા વાર ન લગાડો..* આવી વ્યક્તિઓ ને કારણે ઘણી વખત આપણી વ્યક્તિગત જીંદગી માં તોફાન આવી જાય છે.


☝️☝️મારી ડાયરી

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.