-->
Type Here to Get Search Results !
image

New gujarati shayari quotes facets 2022

New gujarati shayari quotes facets 2022

Get All Latest Gujarati Shayari in Gujarati Font right here. we have best Best Images with poertry of love. Gujarati Shayari. 

new latest gujarati shayari,gujarati love quotes images free download,gujarati love quotes in gujarati fonts,gujarati love quotes text.

Gujarati Love Quotes are really serchable keyword in now day so here we put some Gujarati love shayari and gujarati love quotes for you.

https://kddabhi.blogspot.com

New gujarati shayari quotes facets 2022

લખીને પણ કોરું રહી ગયું ,

મારૂ સંવેદનાનું પાનું .

ભીની કરી દે છે આ આંખો ,
જ્યારે વાંચું તેને છાનુંમાનું...

💚💚💚

*અગણિત નહોતી ખુશીઓ* *એટલે*
*અમે ક્ષણો ને ગણતા શીખી લીધું..!*

*ના વરસ્યો કદી વરસાદ ધોધમાર ,*
*તો ટીપે ટીપે પલળતાં શીખી લીધું...!!!*

💚💚💚

નથી મૌન સાવ સહેલું ,
ડખલગીરી શબ્દોની અવિરત નડે છે .
અકળાતું રહે એ ભીતરમાં ,
શબ્દોને હરદમ ટપારવા પડે છે ..

https://kddabhi.blogspot.com




*પોતાનું કોણ?*


*•ક્યાંક તો આપણી 'જરૂર' હશે દુનિયા માં*
*•ઇશ્વરે અમસ્તી જ તો મહેનત નહીં કરી હોય,*
*•આપણને 'બનાવવા' ની.*

*•જીંદગી શીખવે તે શીખી લેવાય..*
*•કયો પાઠ કયારે કામ લાગી જાય કોને ખબર..!*

*•વર્ણવી પીડા મારી....*
*•હદય હલકુ કર્યુ.....*
*•સમજ્યા એ મૌન રહ્યા....*
*•ને ઘણા એ તાલીઓ પાડી.....*

*•આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,*
*•અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી*

*•ચાલ હિંમત હોય તો કર...*
*•તારા માંથી મારી બાદબાકી...*
*પણ...*
*•શરત એટલી..*
*કે...*
*•જવાબ માં...*
*•શૂન્ય न આવવું જોઇએ...!*

*•અસ્તિત્વ ની ગણતરી કેટલી..?*
*•જગત માંથી ગયા પછી...*
*•એક પ્રાર્થના સભા જેટલી....!!*

*•શોધી જ લે છે,*
*•બધાનું સરનામું,*
*•નસીબને ખબર જ હોય છે,*
*•કોણ ક્યાં સંતાણું...!!!*

*•ક્યારેક તો થાય કે, કોની સામે હસું ??*
*•બધાય અંદરથી તો રડે છે....*
*•ને વળી થાય કે કોની પાસે રડું ???*
*•બધાય બહારથી તો હસે જ છે....*

*•કોઈકે મને પૂછ્યું કે આ દુનિયામાં*
*•તારું પોતાનું કોણછે...*
*•મેં હસીને કહ્યું કે જે બીજાના માટે*
*•મને ના છોડે એ મારું પોતાનું છે*


https://kddabhi.blogspot.com


Gujarati Love Quotes are really serchable keyword in now day so here we put some Gujarati love shayari and gujarati love quotes for you.

👴🏻👵🏻
ચશ્મા સાફ કરતાં ....
વૃદ્ધે પત્નીને કહ્યું :

આપણા સમયે "મૉબાઇલ" ન હતા...!!

હા પણ, બરાબર પાંચ ને પંચાવને હું દરવાજે ...

પાણીનો ગ્લાસ ભરીને આવું ને

તમે આવતા...

હા, મેં ત્રીસ વરસ નોકરી કરી, પણ એ નથી સમજી શક્યો કે..

હું આવતો એટલે તું પાણી લઈને આવતી
કે
તું પાણી લઈને આવતી એટલે હું આવતો...??

હા યાદ છે, તમે રિટાયર થયા તે
પહેલાં ડાયાબિટીસ ન હતો
ત્યારે, હું જ્યારે તમને ભાવતી ખીર બનાવતી
ત્યારે તમે કહેતા કે....
આજે બપોરે જ ઑફીસમાં વિચાર આવેલો કે આજે ખીર ખાવી છે....

હા ખરેખર, મને ઑફીસથી આવતાં જે વિચાર આવતો એ ઘરે આવીને જોઉ તો અમલમાં જ હોય....

અને યાદ છે, તમને હું પ્રથમ પ્રસુતીએ મારા પિયર હતી, અને દુઃખાવો ઉપડ્યો, મને થયું તમે અત્યારે હોત તો કેટલું સારું.... અને કલાકમાં તો જાણે હું સ્વપ્ન જોતી હોઉં એમ તમે આવી ગયા....

હા, એ દિવસે મને એમ જ થયું લાવ જસ્ટ આંટો મારી આવું...

ખ્યાલ છે..??
તમે મારી આંખોમાં જોઇ કવિતાની બે લીટી બોલતા...!!

હા, અને તું શરમાઇને આંખો ઢાળી દેતી, એને હું કવિતાની *લાઇક* સમજતો...!!

અને હા, હું બપોરે ચા બનાવતાં સહેજ દાઝેલી,

તમે સાંજે આવ્યા અને ખીસ્સામાંથી બર્નૉલ ટ્યુબ કાઢીને મને કહેલું કે લે આને કબાટમાં મુક...

હા, આગલા દિવસે જ ફસ્ટઍઈડ ના બૉક્સમાં ખાલી થયેલી ટ્યુબ જોઇ એટલે ક્યારેક કામ લાગે એમ વિચારીને લાવેલો...

તમે કહો કે આજે છુટવાના સમયે ઑફીસ આવજે આપણે મુવી જોઇ બહાર જમીને આવીશું પાછા...

હા, અને તું આવતી ત્યારે બપોરે ઑફીસની રીસૅસમાં આંખો બંધ કરી મેં વિચાર્યું હોય એજ સાડી પહેરીને તું આવતી...

( પાસે જઈ હાથ પકડીને )
હા .. આપણાં સમયમાં "મૉબાઇલ" ન હતા...!!

સાચી વાત છે...
પણ..
"આપણે બે" હતા...!!

હા, આજે દીકરો અને એની વહુ એક મેકની જોડે હોય છે...

પણ ....

એમને ....

વાત નહિ, "વૉટ્સએપ" થાય છૅ,
એમને હુંફ નહિ, "ટૅગ" થાય છૅ,
સંવાદ નહિ, "કૉમૅન્ટ" થાય છૅ,
લવ નહિ, "લાઇક" થાય છૅ,
મીઠો કજીયો નહિ, "અનફ્રૅન્ડ" થાય છે,
એમને બાળકો નહિ,
પણ "કૅન્ડીક્રશ", "સાગા", "ટૅમ્પલ રન" અને *સબવૅ* થાય છે ..

... છોડ બધી માથાકુટ...

હવે આપણે "વાઇબ્રટ મોડ" પર છીએ,,,

અને

આપણી "બેટરી" પણ એક કાપો રહી છૅ.......

ક્યાં ચાલી....?
ચા બનાવવા...

અરે, હું તને કહેવા જ જતો હતો કે ચા બનાવ...

હા ...

હજું હું "કવરૅજમાં" જ છું,
અને "મેસૅજ" પણ આવે છે...!!
( બન્ને હસી ને...) હા પણ, આપણાં સમયમાં "મૉબાઇલ"નહોતા. . .!!!
🙏🏼

💚💚💚


https://kddabhi.blogspot.com



new latest gujarati shayari,gujarati love quotes images free download,gujarati love quotes in gujarati fonts,gujarati love quotes text.


♥️♥️♥️

‘બે જણને જોઈએ કેટલું....?’

દિકરી ને જમાઇ લઈ ગયા
અને
દિકરાને વહુ લઈ ગઈ.
અંતે તો
આપણે બે જ રહ્યા.

એક છાપું,એક દૂધની થેલી ને
રોજ એક માટલું પાણી,
બઉ થ્યું.
ચા-ખાંડના ડબ્બા,
કોફીની ડબ્બી પણ
માંડ ખાલી થાય.

‘કોલગેટ’ દોઢ મહિનો ચાલે ને
મહિનો ચાલે એંશી ગ્રામ
લક્સની એક ગોટી.

સો ગ્રામ શેમ્પુ તો કાઢ્યું ન ખૂટે.
જમવામાં શાક હોય તો
દાળ વિના ચાલે
ને ફક્ત દાળ હોય
તોય ભયોભયો!

ખીચડી એટલે
બત્રીસ પકવાન ને
છાશ હોય પછી જોઈએ શું!
‘સો ફ્લાવર, ત્રણસો દૂધી,
અઢીસો બટાકા,
ચાર પણી ભાજી,
આદુ-લીંબુ-ધાણા’
થ્યું અઠવાડિયાનું શાક.
ત્રણ મણ ઘઉં વરસ દિ’ ચાલે ને
પાચ કિલો ચોખા
નાખ-નાખ થાય!
ન કોઈ ખાસ મળવા આવે
પછી મુખવાસનું શું કામ!

નાની તપેલી, નાની વાટકી,
નાની બે થાળી, આમ
આઠ-દસ વાસણો માંડ વપરાય
તે એક ‘વિમ’ બે દોઢ મહિને
માંડ ઘસાય.

કોપરેલની એક શીશી
એક મહિનો ચાલે ને
પફ-પાવડર તો
ગ્યાં ક્યારના ભૂલાઈ...?

પણ પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય,
આપો એટલાં ઓછા.
ઠસોઠસ હસાહસી ને ‘હોહા’ તો
લાવ લાવ થાય.

એટલે જ પ્રેમ અને સ્નેહ લઈને
બધાં
બે-ત્રણ વરસે ઊડીને આવે.
‘ઝટ્ટ આવશું, જરૂર આવશું’
કહી જાય.
તે પલકારામાં બે જણ
પાછાં હતાં એવાં થઇ જાય.

પછી પાછી
ઈ જ રટણ પડઘાય,
‘બે જણને જોઈએ કેટલું?’

દિકરીને જમાઇ લઈ ગયા
અને દિકરાને વહુ લઈ ગઈ.
અંતે તો આપણે બે જ રહ્યા...


#kdgujju_તો_આજ_જીવન_છે

Thanks for visiting 
🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.